એકાંત - 95

નિસર્ગે બે કે ત્રણ વાર હિમજાને પૂછ્યું કે એના પપ્પા ઘરે આવેલાં હતાં, તો એમણે ગુસ્સાથી એની મમ્મી સાથે વાત કરી ન હતી. હિમજાએ એની વાતનો કોઈ જવાબ આપ્યો નહિ અને એ બેડ પર સૂઈ ગઈ. નિસર્ગ અકડાઈને ખુરશી પરથી ઊભા થઈને તેણીનો હાથ પકડીને બેઠી કરી."મેં તને કાંઈક પુછ્યું અને તું મારાં સવાલને ઈગ્નોર કરીને અહીં સૂઈ ગઈ છે.""તમે જે સવાલ કર્યો એ મેં સાંભળ્યો. મારે તમને એનો કોઈ જવાબ આપવો ન હતો એટલે સૂઈ જવાની ટ્રાઈ કરી રહી છુ." બેફિકરાઈથી હિમજાએ કહ્યું. "જવાબ નથી આપવો એટલે શું ? મને મમ્મીની ચિંતા થઈ રહી છે. એ કારણે હું જાણવાં માંગું