રેખાબેનને સંજયભાઈ સાથે વર્ષો પછી એકાંતમાં એમનાં મનની વાત કહેવાની તક મળી ગઈ હતી.એમની સાથે વાત કર્યાં પછી રેખાબેનનાં ચહેરાં પર અલગ ચમક જોવાં મળી રહી હતી.હિમજાને તેઓ બન્નેની વાતો જાણવાની તાલાવેલી જાગ્રત થઈ.હિમાજાનાં કહેવાથી રેખાબેન તેણીને કહેવાં જઈ રહ્યાં હતાં ત્યાં નિસર્ગ એમની પાસે આવ્યો તો કહેતાં ચૂપ થઈ ગયાં."અહીં કોઈ અગત્યની ચર્ચા ચાલું હતી..મને જોઈને મમ્મી તમે કેમ ચૂપ થઈ ગયાં?"નિસર્ગે રેખાબેન સામે જોઈને ખુરશી પર બેસતાં કહ્યું. "ના ..એવી કાંઇ ખાસ વાત હતી નહિ.અમારી સ્ત્રીઓની વાતોમાં અહીંતહીંની વાતો સિવાય કાંઇ હોય જ નહિ."રેખાબેન ખોટું બોલીને વાતને ત્યાં જ સ્ટોપ કરી નાખી.હિમજા આગળ તેમને કોઈ સવાલ કર્યો નહિ.નિસર્ગ માટે