હંમેશા હકારાત્મક કેવી રીતે રહેવું?

  • 106

નકારાત્મક (નેગેટિવ) અભિગમમાંથી હકારાત્મક (પોઝિટિવ) અભિગમ તરફ જવા માટે કશું કરવાનું નથી, ફક્ત દૃષ્ટિ જ બદલવાની છે. જેમ ખાલી બોટલમાંથી હવા બહાર કાઢવી હોય તો બોટલને ગમે તેટલી હલાવીએ, ઊંધી-ચત્તી કરીએ, દબાવીએ પણ તેવા ઉપાયે કરીને હવા બહાર ના કાઢી શકાય. પણ જો બોટલને પાણીથી છલોછલ ભરી દઈએ તો બધી હવા આપોઆપ નીકળી જાય. તેવી જ રીતે, નેગેટિવ ભાંગવા કે ખસેડવાની મહેનત કરવાને બદલે પોઝિટિવમાં જોઈન્ટ કરી દઈએ તો નેગેટિવ એની મેળે જતું રહે છે. સતત નિષ્ફળતા મળે ત્યારે પણ આપણને સેલ્ફ નેગેટિવિટી થઈ જતી હોય છે. “હું નહીં કરું શકું.”, “મને આવડતું નથી.”, “મારી કોઈને જરૂર નથી.”, “જીવવાનો કોઈ અર્થ