એકાંત - 91

"આપણાં છુટાછેડા થઈ જાય પછી હું બીજાં મેરેજ કરું કે ના કરું પણ તું બીજાં મેરેજ કરી લેજે. પાછલાં જીવનની ક્ષણોમાં તું એને આમ જ કોફી પીવડાવતી રહેજે." કટાક્ષ કરતા સંજયભાઈએ કહી જણાવ્યું.સંજયભાઈનું આમ કહેવું રેખાબેનને જરાય પસંદ આવ્યું નહીં. એમણે વળતો જવાબ આપતાં કહી દીધું, "સ્ત્રીના જન્મ પછી એનું ગૌત્ર એકવાર જ બદલાય છે. જ્યારે એ ચોરીના ચાર ફેરા ફરીને સાસરે જાય છે. એક સ્ત્રી લગ્ન પછી એના પતિને સર્વસ્વ માની બેસે છે; ભલે એ એમની સાથે હોય કે ના હોય. કોઈ પણ સંજોગોમાં એ એક ભવમાં બે ભવ થાય એવું જ્યાં સુધી બને ત્યાં સુધી ટાળીને રહે છે.