રાતના સમયે રેખાબેન ઘરમાં એકલાં હતાં. એવામાં સંજયભાઈ એમની ઘરે આવી પહોચ્યાં હતાં. બન્ને અતિતના પન્નાઓને એક પછી એક ઊઠલાવી રહ્યાં હતાં. જેમાં રેખાબેન સંપૂર્ણપણે સ્વસ્થ થઈને નિસર્ગની સાથે સંજયભાઈની ઘરે માફી માંગવાં ગયાં, તો એમણે રેખાબેનને સ્વીકારવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો."તમને મારાથી નફરત હતી. તમે મારો સ્વીકાર કરી શકવાને અસર્થ હતાં, પણ નિસર્ગ તો તમારું લોહી હતું. તમે એને તો માફ કરીને ઘરમાં રાખી શકવાનાં હતાં.""તું જ્યારે છેલ્લી વાર નિસર્ગને લઈને મારાં ઉંમરે ઊભી રહીને તારી ભૂલની માફી માંગી રહી હતી, ત્યારે મેં ફકત નિસર્ગની નફરત ભરી આંખો જોયેલી હતી. એ નફરત મારા અને ફકત મારા માટે જ