નિસર્ગે હિમજા અને નીલ સાથે રાતનાં નવ વાગ્યાનાં શો પર મુવી જોવાનો પ્લાન બનાવી લીધો હતો. શો શરૂ થવાને બે મિનિટની જ વાર હતી. તેઓ સિનેમાગૃહમાં સારી સીટ શોધીને બેસી ગયાં. રેખાબેન કિચનમાં એમની રીતે જમીને બેઝીનમાં વાસણ સાફ કરવાં લાગ્યાં. મનમાં કૃષ્ણનું નામ બોલતાં હરખેથી એમનું કામ કરી રહ્યાં હતાં. એવામાં અચાનક એનાં ડોરની ઘંટડીનો અવાજ એમનાં કર્ણપટલ પર અથડાયો. નવ વાગ્યે સંજયભાઈને નિસર્ગે બોલાવ્યો હતો, પણ રેખાબેનની યાદશક્તિ માનસિક દવાનાં ડોઝને કારણે મંદ પડી ગઈ હતી. એ સમયે સંજયભાઈ આવવાનાં હતાં એ સાવ ભૂલી ગયાં. નળ ચાલુ કરીને પાણીથી હાથ ધોઈને કોણ દરવાજાની બહાર આવ્યું હશે એ જાણવાં દરવાજો