જીંદગી - એક આઇસક્રીમ - 6

  • 120

Recap : હોળીના દિવસે રંગ અને અંગ બંને મળી ગયા. ભજન દરમિયાન ગલીમાં કામિની અને નરીયો ભાન ભૂલીને મગ્ન હતા પસલો બિચારો પોતાની ઘણા દિવસોની પ્યાસ બુજાવવા માંગતો હતો પણ રસીલા આભળછેટમાં હોવાથી એ ન થઈ શક્યું , ઘરે બાબુ અને જશોદા વચ્ચે જે થયું એ માનવામાં આવે એવું  નહોતું. ગતાંક થી ચાલુ......બીજા દિવસે - રવિવારે બાબુને રજા હતી. બાબુ, કનૈયા અને જશોદાને લઈને કાંકરિયા ફરવા ગયો. એ લોકો ખુબ ખુશ હતા. કાંકરિયામાં એ લોકોએ ટોય ટ્રેનની ટિકિટ લીધી અને ટોય ટ્રેનમાં બેસી ગયા. એમની ટોય ટ્રેન આખા કાંકરિયાનો આટો મારી અને પાછી આવી, એ લોકો ટોય ટ્રેનના સ્ટેશનમાંથી બહાર નીકળતા