જીંદગી - એક આઇસક્રીમ - 5

Recap: નરીયાએ રસીલાની પીઠ પર બામ ઘસી આપ્યો. બાબુ ઉપાડ લેવા ગયો એના શેઠે એને ના પાડી. બાબુને રિક્ષામાંથી એક પડીકું મળ્યું, જે દવાના બદલે હીરાનું હતું, એ પડીકું એના યોગ્ય માલિક સુધી પહોંચાડવામાં આવ્યું અને બાબુને ઇનામ અને ઉપાડ બંને મળ્યા. બાબુ જશોદા અને કનૈયા માટે ઘણી બધી વસ્તુઓ ખરીદી ને ઘરે આવ્યો.ગતાંક થી ચાલુ......આજે ત્રણે જણા ખૂબ જ ખુશ છે ત્રણે જણા ખાઈ પી ને સુઈ જાય છે સવારે રોજની જેમ જશોદા વહેલી ઊઠે છે ઉઠીને જેવી એ અરીસામાં મોઢું જુએ છે કે તરત જ ચીસ પાડી  ઊઠે છે. એ ચીસ એટલી જોરદાર હોય છે કે સાંભળીને બાબુ