વારસો - 5

  • 72

ટ્રીપ માંથી પાછા ફર્યા બાદ અર્જુનને જે શાંતિની આશા હતી તે હતી નહીં. અર્જુન હજુ પણ અનુભવી શકતો હતો કે કોઈ તો તેને જોઈ રહ્યું છે. એક સાંજે જ્યારે તે કોલેજની પાસે ફરી રહ્યો હતો, એક હલચલે તેનું ધ્યાન ખેંચ્યું. એક માસ્ક પહેરેલી વ્યક્તિ તેનો પીછો કરતી હતી, જે અંધારામાં ભળી ગઈ હતી. અર્જુન ઉભો રહી ગયો અને તે વ્યક્તિ પણ. અર્જુન એકદમ જ પાછળ ફર્યો.તે વ્યક્તિ પણ તરત પાછળ ફરી ને દોડવા લાગ્યો.કઈ પણ વિચાર્યા વગર અર્જુન પણ તેની પાછળ ભાગ્યો.તેઓ સાંકળી ગલીઓમાં અને ખુલ્લા રસ્તા પર ભાગતા તેઓ કોલેજ ની પાછળ રહેલા એક ખાલી પાર્ક માં પહોંચ્યા. તે વ્યક્તિ ધીમો