શરદ પૂનમ

શરદ પૂનમ               વર્ષની છ ઋતુઓમાં સર્વશ્રેષ્ઠ નીતર્યા સૌંદર્યની શરદઋતુ ગણાય છે. નવરાત્રિ જેવા પ્રકાશપર્વની પૂર્ણાહુતિ વાસ્તવમાં શરદપૂર્ણિમાએ થાય છે. કલાધર ચંદ્રમા શરદપૂર્ણિમાની રાતે સોળે કળાએ ખીલીને પૃથ્વીના પટ ઉપર શીતળ ચાંદની રેલાવે છે. જે વ્યક્તિ શરદપૂનમની શીતળતા અને પ્રસન્નતા પામે, તેનું જીવન સાર્થક ગણાય છે. તેથી આજે પણ સો વર્ષ જીવવાના આશીર્વાદ આપતા કહેવાય છે. શતમ જીવ શરદ:        વિક્રમ સંવતનાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પૂર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. ચંદ્રની કૌમુકી (ચાંદની)માં સ્નાન કરી પ્રકૃતિ હસી