વર્ષો બાદ ગુનાની સજા મળી

મોત જે તે વ્યક્તિ માટે દુઃખદ બાબત બની રહે છે પણ હત્યાએ આખા પરિવાર માટે આંચકાજનક બાબત બની રહે છે.કેટલીક હત્યાઓમાં હત્યારાઓ થોડો સમય કે કેટલાક વર્ષ બાદ હાથ લાગી જ જતા હોય છે પણ કેટલીક હત્યાઓ એવી પણ છે જેના હત્યારાઓ દાયકા બાદ પણ હાથમાં આવ્યા નથી.૧૯૭૫માં શીલા અને કેથેરાઇન લિયોન એક બપોરે મજા માણવા માટે એક મિત્રને મેરિલેન્ડનાં મોલમાં મળવાના હતા પણ તે ગુમ થઇ ગયા અને ત્યારબાદ કોઇને પણ મળ્યા ન હતા.ચાલીસ વર્ષ કરતા વધારે સમય વીતી ગયો છે આજે પણ તેમની ગુમશુદગી રહસ્યની વાત બની રહી છે.માત્ર એક વ્યક્તિ લોઇડ વેલ્ચનો દાવો હતો કે તેણે આ