સુરેશભાઈ રાજને બિઝનેસ કરવા માટે મંજુરી આપી દીધી અને એ સાથે એમણે બિઝનેસમાં રોકાણ કરવા માટે પચાસ હજાર રૂપિયા આપવાની વાત કરી. રાજ એટલામાં પણ વધુ ખુશ થઈ ગયો. નોકરી પર બપોરના જમવાના સમયે રિસેશ પડતા રાજે રમેશની ઘરે જઈને એની સાથે પાર્ટનરશીપમાં ધંધો કરવાની વાત કરી.રાજની વાત સાંભળીને રમેશ વિચારમાં પડી ગયો. રાજના પ્રપોઝલનો હાલ એની પાસે કોઈ જવાબ ન હતો, "રાજ, તને ખોટું ના લાગે તો હું તને ત્રણ ચાર દિવસ પછી જવાબ આપુ ? તારો પ્રસ્તાવ એ નાનો નથી. એના માટે મારે શાંતિથી વિચારવું પડશે.""તમારે જેટલો સમય જોઈએ એટલો લઈ શકો છો. મારી પાસે મારી નોકરી છે