રહસ્ય - 4

  • 140
  • 58

અધ્યાય ૯ – “સજા”કાવ્યા ના શબ્દો મારા કાનમાં ગૂંજી રહ્યા હતા—“હવે તારે નક્કી કરવું પડશે, મિત… સત્ય સ્વીકારશો? કે ફરી વિશ્વાસઘાત કરશો?”મારા હાથમાં ડાયરીનું વજન સહન કરવું મુશ્કેલ બની ગયું.દરેક પાનું જાણે જીવતું હતું, ધબકારા મારતું હતું.મારી આંખો સામે અગ્નિની જ્વાળાઓના અસ્પષ્ટ દૃશ્યો ઝબકતા હતા.“હું ક્યારેય એ આગ નથી લગાવી,” મેં કડક અવાજે કહ્યું.“આ બધું ડાયરીનો ખેલ છે. તું મને દોષી સાબિત કરવા માંગે છે!”કાવ્યા મારી સામે શાંત ઊભી રહી.એની આંખોમાં ગુસ્સો નહોતો— ફક્ત દુઃખ હતું.“તમે સત્ય સ્વીકારતા નથી એટલે જ ડાયરીએ ‘સજા’નો અધ્યાય ખોલ્યો છે.”એણે મારી હાથમાંથી ડાયરી ખેંચી.પાનાં પોતે જ ફરી વળ્યાં અને નવું લખાણ દેખાયું—“આજ મધરાત્રિએ મિત