શીર્ષક: અંધારા ની ગલીઓમાં લાગણીઓ - 3- હિરેન પરમાર જીનલના મનમાં હવે એક જ વિચાર હતો –"જો પ્રદીપ સાથે ખુલીને ન મળી શકું, તો જીવનભર પસ્તાવો જ રહેશે."એક બપોરે, ઓફિસમાંથી બહાર નીકળતાં જીનલએ ડ્રાઈવરને ઘરે જવા નહિ કહ્યું.તેને સીધું જ પ્રદીપની નવી કંપનીનું સરનામું આપ્યું.કાર શાંતિથી પ્રદીપની કંપની આગળ આવીને ઊભી રહી. કાચની ઈમારતની સામે ઊભી જીનલનું હૃદય જોરથી ધબકતું હતું. બહારથી જોઈ શકાતું હતું કે અંદર બધું કાર્યશીલ છે – કર્મચારીઓ, મશીનો, મીટિંગ રૂમમાં લોકો… પણ એની નજર માત્ર એક ચહેરો શોધતી હતી – પ્રદીપનો.જેમ જ તે અંદર પ્રવેશી, બધા કર્મચારીઓ આશ્ચર્યથી જોઈ રહ્યા. પ્રદીપ સુધી સમાચાર તરત જ પહોંચ્યા