એકાંત - 87

  • 276
  • 140

રાતના સમયે રાજે પ્રવિણને કોલ પર જણાવ્યું કે, એ નોકરીથી કંટાળી ગયો છે. રમેશના વર્તન પછી લોકો એની તરફ શંકાની નજરથી જોઈ રહ્યાં હતાં. એ પછી એને નોકરી પર જવાની સાવ ઈચ્છા મરી પરવાડી. પ્રવિણે એને નાનો બિઝનેસ કરવાનો સુજાવ આપ્યો.પ્રવિણની વાત સાંભળીને રાજે એને કહ્યું : "કોઈ પણ બિઝનેસ હશે એમાં રોકાણ તો કરવું પડશે. મારા દિમાગમાં એવો કોઈ બિઝનેસ યાદ આવી રહ્યો નથી.પ્રવિણે ખૂબ વિચાર કરીને રાજને એક બિઝનેસ વિશે વાત જણાવી : "તેં હમણાં થોડીક વાર પહેલાં એમ કહ્યું હતું કે પહેલાં રમેશને એની પત્નીનાં ઓપરેશન માટે એક લાખની જરૂર છે અને એમને એક પાનની કેબિન છે ?""હા."