અમે બેંક વાળા - 47. અરસપરસ

  • 112

47. અરસપરસ શ્રી. અકબરભાઈ એક નાનાં ગામમાં રહેતા. ગામની શાળામાં પ્રાથમિક અભ્યાસ તો કર્યો. પછી નજીકનાં શહેરની હાઈસ્કૂલમાં એડમિશન લીધું. ત્યાં જવા ગામ પાસેના હાઈવે પર થી એસટી પકડવાની. બસ થોડી વહેલી મોડી થાય. ઉપરથી ભરેલી પણ આવે. બસ આવે એટલે છોકરાં દોડે. બસના કંડકટર ખૂબ સારા. ગમે એટલી ચિક્કાર બસ હોય, બાળકોને માટે ઉભાડે જ. એ કંડક્ટર હતા ખુબજ પ્રેમાળ, હસમુખ અને ઘરના જ વડીલ હોય એવા.   અહીંથી બસમાં ચડતાં નાના નાના બાળકો હતાં એટલે એમને ઘરના છોકરાઓ હોઈએ એમ બસમાં આરામથી ચડવા-ઉતારવા દે. નાનાં બાળકોને બસના પગથિયે હાથ આપી ચડાવે પણ ખરા. બસમાં એ બાળકો સાથે વાતો કરે.. અભ્યાસ અંગે પૂછે.અને