46. “મને વિશ્વાસ છે.” ચાલો તો આજે 32 વર્ષ પહેલાં બ્રાન્ચ કોમ્પ્યુટરાઈઝેશનની વાતો ટૂંકમાં માણીએ.1993 સપ્ટેમ્બર. રાજકોટ મેળાની મઝાઓ માણી કામધંધે વળગેલું. હું અમદાવાદ મારી બેંકના ટ્રેનિંગ સેન્ટરમાં ઇન્સ્ટ્રક્ટર હતો. મને લેટર અને સૂચના આપવામાં આવી કે આ સોમવારે રાજકોટ ટાગોરમાર્ગ બ્રાન્ચમાં બિઝનેસ અવર્સ (તે વખતે બપોરે 3) બાદ બેંકનાં કોમ્પ્યુટરાઈઝડ ઓપરેશનનો ડેમો આપવાનો છે. હું સ્વાભાવિક રીતે સવારની સાતેક વાગ્યાની બસમાં રાજકોટ ગયો. ઉતર્યો ને જોયું તો ત્રણ ચાર કોમ્પ્યુટરો સાથેનાં ખોખાં પાછળથી ઉતર્યાં. એક યુવાન બસના ક્લીનરને કહી એ રિક્ષામાં મુકાવતા હતા. ખોખાં પર ખાસ જાતનો O વાંચ્યો. એ યુવાનનાં શર્ટ પર પણ. ઓહ, આ કોમ્પ્યુટર્સનો સર્વિસ કોન્ટ્રેક્ટ