"કંટાળો"આ એક એવું સ્થાન છે, કે જ્યાં આપણામાંથી મોટાભાગનાં લોકો ભલે અજાણતામા, પણ કાયમી વસવાટ તો ત્યાં જ કરે છે, અને પાછા ચોવીસે કલાક પ્રયત્નો તો પાછા ત્યાંથી બહાર નીકળવાના કરે છે. જ્યાં સુધી આપણે પોતે મન લગાવીને, ધીરજ ગુમાવ્યા વિના, અને આપણે આપણા જીવનમાં જે કરવા માંગીએ છીએ, એ કામ પૂરું ના થાય ત્યાં સુધી વારંવાર કે પછી અસંખ્ય વાર પ્રયત્નો કરવા માટે આપણને પોતાને તૈયાર નહીં કરીએ, ત્યાં સુધી આ કંટાળાના ચક્રવ્યૂહમાંથી આપણે ક્યારેય બહાર નહીં નીકળી શકીએ.હા મિત્રો, આ એકજ ઉપાય સિવાય આ કંટાળામાંથી બહાર નીકળવાનો, કે પછી જીવનમાં કંઈ પ્રાપ્ત કરવા માટેનો બીજો કોઈ રસ્તો છે જ નહીં. અને