ધ ટ્રાયલ 2- રાકેશ ઠક્કર ‘ધ ટ્રાયલ 2’ જોયા પછી એમ કહી શકાય કે કાજોલની નહીં એની વેબસિરીઝ દર્શકોની અપેક્ષા પૂરી કરી શકી નથી! હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયથી એક ખાસ સ્થાન બનાવનાર કાજોલે ‘ધ ટ્રાયલ’ થી OTT ની વેબસિરીઝમાં પ્રવેશ કર્યો હતો. એની થોડી પ્રસંશા થઈ હતી. પણ એની બીજી સીઝન નિરાશ કરી ગઈ છે. શ્રેણીના મિશ્ર પ્રતિસાદનો મતલબ ભલે એ નથી કે કાજોલ સારી વેબ શ્રેણી પસંદ કરવામાં નિષ્ફળ ગઈ. એટલું ચોક્કસ છે કે તેની પ્રોજેક્ટની પસંદગી દર્શકોની બધી અપેક્ષાઓ પૂરી કરી શકી નહીં. કાજોલ ભલે એમ કહેતી હોય કે ફિલ્મ અને સીરીઝ જે હોય તે ભૂમિકા એ ભૂમિકા