એમ્પ્લોયના કહેવાથી મેનેજરે બેન્કની બહાર ગોઠવેલ સીસીટીવી કેમેરાની સવારની ફુટેજ જોવાનું જણાવ્યું. રાજ ફુટેજ જોવા માટે તૈયાર થઈ ગયો હતો. જે વ્યક્તિએ રાજ પર પોતાનો થેલો પડાવી લેવાનો આરોપ મૂક્યો, એને મેનેજરે આંખના ઈશારેથી બેન્કની અંદર આવવા જણાવ્યું.મેનેજરનો ઈશારો મળવા છતાં એ વ્યક્તિ ત્યાંથી ડગી રહ્યો ન હતો."તમને મેં કહ્યું કે ચાલો આપણે અંદર કેમેરો ચેક કરી જોઈએ. તમે જ ચોકીદાર પાસેથી સાબિતી માંગી હતી કે એણે થેલો લીધો નથી. એના શું પુરાવા છે ? આપણે અંદર જોઈ શકશું. જો રાજે તમારો થેલો લીધો હશે તો હું જ એને પોલીસના હવાલે કરી દઈશ."મેનેજરે શબ્દો વડે એ વ્યક્તિને જણાવ્યું. એ વ્યક્તિ