એકાંત - 85

(23)
  • 606
  • 1
  • 350

પ્રવિણના સમજાવટથી રાજે નાછુટકે બેન્કમાં વોચમેનની નોકરી કરવા માટે માની ગયો હતો. દસ હજારની નોકરીમાં રાજને થોડા દિવસ પછી બેન્કમાં એક મોટી ઘટના બની.રાજ બેન્કની બહાર ખુરશી પર બેઠાં બેઠાં બેન્કની અંદર આવતા જતા લોકો પર નજર રાખી રહ્યો હતો. કોઈ ચાલીસ વર્ષનો યુવાન રાજ પાસે આવીને બોલ્યો."ભાઈ સા'બ, હું તમને એક થેલો આપીને મારા કામ માટે અહીં આગળની ગલ્લામાં ગયો હતો. મેં તમને એ થેલો સાચવવા આપ્યો હતો એ હવે તમે થેલો પાછો આપી દો."એ વ્યક્તિના આમ કહેવાથી રાજ ચોંકી ઊઠ્યો. જે થેલાની એ વાત કરતો હતો એવો કોઈ થેલો એ આપીને ગયા ન હતા. વાસ્તવમાં રાજે એ વ્યક્તિને