હું તારી યાદમાં 2 - (ભાગ-૧૮)

  • 70

મારો દરરોજનો એલાર્મ ટાઈમ ફિક્સ હતો એટલે ફક્ત આજે વહેલા ઊઠવાની કાઈ ખાસ જરૂર નહોતી. હું મારા રેગ્યુલર ટાઇમ ૭:૩૦ વાગતા જેવો ઊઠી ગયો હતો અને નાહીને રેડી થઈ ગયો હતો. આમ તો હું જીન્સ કરતા વધુ ફોર્મલ કપડાજ પહેરતો હતો કારણકે મારી પર્સનાલિટી પ્રમાણે મારા પર ફોર્મલ કપડાં વધુ શૂટ થતા હતા અને આજ કારણથી હું દરરોજ ઓફિસવર્ક માટે હંમેશા ફોર્મલ કપડાજ પહેરતો હતો. ક્યારેક બહાર ફરવા જવાનું હોય એ સમયે જીન્સ અને ટી-શર્ટ પહેરતો હતો. આજે પણ મે નેવી બ્લ્યુ કલરનો શર્ટ અને લાઇટ ગ્રે કલરનું પેન્ટ પહેર્યું હતું. સવારમાં મે વંશિકાને ફક્ત એક સિમ્પલ ગુડમોર્નિંગનો મેસેજ કરી