દર્શના ના દર્શન - એપિસોડ 1

  • 58

શીર્ષક: "દર્શના ના દર્શન"- હિરેન પરમાર પાત્રો :1. દર્શના - કોલેજ સ્ટુડન્ટ અભિનવ ની પ્રેમિકા2. દિવ્યેશ - કોલેજ સ્ટુડન્ટ દર્શના નો આશિક3. અભિનવ - કોલેજ સ્ટુડન્ટ દર્શના નો પ્રેમી4. આયુષ - કોલેજ સ્ટુડન્ટ દિવ્યેશ નો પરમ મિત્ર5. પિંકેશ - દર્શના નો ભાઈ"દર્શના ના દર્શન - એપિસોડ ૧"સવારના નવ વાગ્યાની આસપાસ ભરૂચની એક જાણીતી કોલેજમાં નવું સત્ર શરૂ થતું હતું. કેમ્પસમાં નવી ઊર્જા છવાઈ ગઈ હતી. વિદ્યાર્થીઓ પોતાના જૂના મિત્રોને મળતા હતાં, તો કેટલાક નવા ચહેરા પોતાની જગ્યા શોધતા દેખાતા હતાં. ચારે તરફ ઉત્સાહ, ઉલ્લાસ અને થોડું અચાનક આવતું સંકોચાણ — બધું જ જોવા મળતું હતું.આ ભીડમાં એક ચહેરો ખાસ અલગ