તલાશ 3 - ભાગ 60

આ એક કાલ્પનિક વાર્તા છે.  એમાં વર્ણવેલા તમામ પ્રસંગો પાત્રો અને સંવાદો કાલ્પનિક છે. અને એ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.ઝીલવાડાની કાંઠે રાત ઘેરી હતી અને અરાવલીની પહાડીઓની અણધારી છાયામાં વહેતા ઠંડા પવનના સુસવાટા માં ગોળીબાર ના  અવાજો એકબીજા સાથે વિલીન થતાં લાગ્યા. લાલચુ ફુલચંદ અને લંપટ ને ખતરનાક શંકર રાવ  જેવા લોકો ખજાના ની લાલચમાં પોતાનો જીવ ગુમાવી ચુક્યા હતા. એનો દગો એ જૂઠ્ઠા નો દાખલો બન્યો.પણ હજીય અરવલ્લીના પહાડી એરિયામાં આવેલ ઝીલવાડામાં લાલચુ લોભી લોકો ઘૂમી રહ્યા હતા. શ્રીનાથજી નો અલૌકિક  અને મૂલ્યવાન ખજાનો હડપી જવાની લાલસા હજી ખતમ થઈ ન હતી. પણ એની સામે હજી પેઢીઓથી ખજાનાની રક્ષા ખાતર જીવન