મારા અનુભવો - ભાગ 50

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 50શિર્ષક:- હરિજનોનો મંદિરપ્રવેશ_૨લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 50."હરિજનોનો મંદિરપ્રવેશ_૨" શ્રી કાશીવિશ્વનાથજીના મંદિરમાં હરિજનોના પ્રવેશથી જુનવાણી વર્ગ ઊકળી ઊઠઠ્યો. બિલાડી, કૂતરાં, ગાય કે અન્ય પશુઓના પ્રવેશથી તેમને કદી ધર્મહાનિ થઈ ગઈ હોય તેવું લાગ્યું નહિ, પણ પોતાના જ ધર્મભાઈઓ સ્નાનાદિથી શુદ્ધ થઈને જો મંદિરમાં પ્રવેશ કરે તો હાહાકાર મચી જાય. સ્વામી દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી અને બીજા અનેક સુધારક મહાપુરુષોના પ્રયત્નથી એક સમજુ વર્ગ તૈયાર થયો હતો. જે આવા ભેદભાવને હિન્દુધર્મનું કલંક સમજતા હતા. તેઓ સૌ મંદિરપ્રવેશને આવકારતા હતા. તેઓના સહયોગથી જ આ મંદિરપ્રવેશ શક્ય બન્યો હતો. પણ