રેડહેટ-સ્ટોરી એક હેકરની - 52 (અંતિમ)

  • 88

       રેડ હેટ:સ્ટોરી એક હેકરની       પ્રકરણ:52-અંતિમ ભાગ          બધા પોઝિશન પર ગોઠવાઈ ગયા હતા.બધા બ્લુટુથ માઇકથી કનેક્ટેડ હતા.ગુરુ બોસનું લાઈવ લોકેશન ટ્રેક કરી રહ્યો હતો.તે લગબગ પહોંચવા ઉપર જ હતો.તે લગભગ આંખે દેખાતો હાલ બધાને કહી રહ્યો હતો.કિંજલ તેની બાજુમાં જ બેઠી હતી.રિયા અને આરવ કાલે રાત્રે ઘરે ગયા બાદ બોપરે જ મળી શકે તેમ હતા.કિંજલનું હદય અત્યારે ખૂબ વધારે ગતિથી દોડી રહ્યું હતું.            ગુરુએ જ્યારે કહ્યું કે તે બસ હવે એક જ મિનિટમાં ત્યાં પહોંચી જશે ત્યારે સૂર્યાએ રિમોટને તેના ખિસ્સામાંથી બહાર કાઢ્યું હતું.સૂર્યાને બારીમાંથી લગભગ ચોગાન