કાંતારા: ચેપ્ટર 1’- રાકેશ ઠક્કર ફિલ્મ ‘કાંતારા: ચેપ્ટર 1’ (૨૦૨૫) ને ચાર દિવસના વીકએન્ડમાં હિન્દીના ડબ વર્સનમાં રૂ.75 કરોડની કમાણી થઈ અને સમગ્ર ભારતમાં પોતાની લાગતથી બમણી રૂ.223 કરોડની કમાણી થઈ એ પરથી કહી શકાય કે ઋષભ શેટ્ટી લેખક, નિર્દેશક અને અભિનેતા એમ ત્રિવિધ ભૂમિકામાં સફળ રહ્યો છે. બાકી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાની સાથે નિર્દેશન કરવું જરા પણ સહેલું નથી. 2022 ની ‘કાંતારા: ધ લીજેન્ડ’ પછી જે અપેક્ષાઓ દર્શકોને ઊભી થઈ હતી એને ઋષભે પૂરી કરી છે. કોઈ કલાકાર પોતાની ભૂમિકા માટે કેટલી હદ સુધી સમર્પિત થઈ શકે છે એનું ઉદાહરણ ઋષભ બની રહે છે. શ્રેષ્ઠ અભિનય માટે ઋષભનો રાષ્ટ્રીય એવોર્ડ પાકો મનાય છે. જો જયુરીએ ભૂલથી બીજા