ગાંધીજી એક મહામાનવ

ગાંધીજી એક મહામાનવમોહનદાસ કરમચંદ ગાંધી — એક વકીલથી લઈને મહાત્મા બનવા સુધીની તેમની યાત્રા માત્ર વ્યક્તિગત વિકાસની નહીં, પણ સમગ્ર માનવમુલ્યોની યાત્રા છે. લંડનમાં કાયદાની પદવી મેળવી, જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે જાતિવાદ અને ભેદભાવના અનુભવે તેમને અંદરથી ઝંઝોળી નાખ્યા. ત્યાંથી જ અહિંસા અને સત્યના માર્ગે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું.ભારત પરત ફરી તેઓએ પ્રથમ ચંપારણમાં ખેડૂતની પીડા જોઈ અને નક્કી કર્યું કે પોતાના શબ્દોને નહીં, કાર્યોને અવાજ આપવો. ચળવળો શરૂ થઈ – મીઠાનો સત્યાગ્રહ, ખિલાફત ચળવળ, અસહકારની લડાઈઓ, અને અંતે "વિદેશી શાસકો ભારત છોડો" જેવી શાંતિપૂર્ણ પણ હ્રદયભેદી લલકાર. તેમણે બતાવ્યું કે એક ખાદીધારી માણસ પણ સૌથી શક્તિશાળી