આપણે જ્યારે ઇતિહાસ ઉઠાવીને જોઇએ તો તેમાં એવી વ્યક્તિઓનો ઉલ્લેખ જોવા મળે છે જેમણે ઇતિહાસને બદલવાનું ભગીરથ કાર્ય કર્યુ છે જેમાં કેટલાક તો ભૂતકાળમાં થઇ ગયા છે જેમને આજે આપણે મહાન વ્યક્તિઓ ગણાવીએ છીએ કેટલાકને પેગંબર તો કેટલાકને દેવતા ગણાવીએ છીએ કેટલાકને આપણે ભગવાનનો દરજ્જો આપ્યો છે જે તમામે પૃથ્વી પર સામાન્ય માણસ તરીકે જન્મ લીધો હતો પણ તેમનાં કાર્યોએ તેમને મહાન બનાવ્યા હતા. કેટલાક એવા ઐતિહાસ પાત્રો આપણાં વર્તમાન સમયમાં પણ થઇ ગયા છે જે આજે લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યાં છે પણ એ હકીકત છે કે માનવી ક્યારેય સંપુર્ણ હોતો નથી તેની માનવસહજ નબળાઇઓ તેને સામાન્ય માનવી બનાવતી