જીવન પથ-રાકેશ ઠક્કરભાગ-૩૩ ‘જીતવાથી તમે સારી વ્યક્તિ નથી બનતા, પણ સારી વ્યક્તિ બનવાથી તમે ચોક્કસપણે વિજેતા બની શકો છો.’ આ સુવિચાર આપણને શીખવે છે કે જીવનમાં સાચી સફળતાનું મૂલ્યાંકન માત્ર હરીફાઈ જીતવાથી નહીં, પણ આપણા ચારિત્ર્ય અને નૈતિકતાથી થવું જોઈએ. કોઈ વ્યક્તિ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતે, બિઝનેસમાં સૌથી મોટો નફો કમાય કે ચૂંટણીમાં સત્તા મેળવે, તો તે 'વિજેતા' ગણાય. પરંતુ, જો આ જીત મેળવવા માટે તેણે અનૈતિક માર્ગો અપનાવ્યા હોય, બીજાને છેતર્યા હોય કે પોતાની અખંડિતતા (Integrity) ગુમાવી હોય તો સમાજ તેને 'વિજેતા' ગણી શકે પણ સારો વ્યક્તિ ન ગણી શકે.