અમે બેંક વાળા - 45. નજર હટી ઘટના ઘટી

45. નજર હટી ઘટના ઘટી..શ્રી J.A.  એક કર્મષ્ઠ, કાર્યશીલ મેનેજર ગણાતા હતા. કોઈક ને કોઈક રીતે અઘરાં ટાર્ગેટ પણ તેઓ એચિવ કરી શકતા..(આ ટાર્ગેટ્સ નું ભૂત 2006 - 7 પછી શરૂ થયું. બેંકો ડિપોઝિટ અને લોન, લોકર વગેરે ઉપરાંત થર્ડ પાર્ટી કમિશન બેઝ બિઝનેસમાં ઉતરી એમાંથી શરૂ થયું. વીમો, હેલ્થ ઇન્સ્યોરન્સ, ડિમેટ એકાઉન્ટ, ગોલ્ડ વેંચવું unit linked ઇન્સ્યોરન્સ, શેર ની લે વેંચ, એડવાઈઝરી અને એવાં કામો. લોકોને મારી ખૂબ જૂના બેંકરની ભાષામાં ધોકો મારી ધરમ  કરાવવાનો. એમાં  નીચેના માણસો કહે છેક ઉપરના સાહેબોને અંગત ફાયદો મળતો હશે પણ એવું લગભગ નહોતું. તેઓ પણ  ટાર્ગેટ્સ માટે ખૂબ પ્રેશરમાં રહેતા. હજાર જોઈતા