MH 370 - 19

19. કો પાયલોટની કાયમી ઉડાનહવે રાત પડી ચૂકી હતી. તેઓ ચાંદની રાતમાં દરિયા પર પ્રકાશ પડે એના સહારે ત્યાં  એ અમે બનાવેલ જેટી સુધી પહોંચી ગયા અને થોડી જ વારમાં સીધો તેમના ઢોલનો અવાજ આવ્યો. તેમણે મશાલ જેવું સળગાવ્યું. એ  જેટી ત્રાંસા રસ્તે અમારાથી નજીકમાં જ હતી.ત્યાં થોડી જમીનની સીધી પટ્ટી દરિયા તરફ જતી હતી. કોઈ વહાણ જેવું આવે તો એને ઠીક રહે. મોટી સ્ટીમર હોય તો એણે તો દૂર જ ઊભી નાની લાઇફબોટ્સ માં અમને લેવા આવવું પડે. છતાં અમે ભગવાન ભરોસે અહીં વસવાનું નક્કી કર્યું.અમે એક ની પાછળ બીજું એમ અંધારામાં  ચાંદનીને આધારે અને એ જગ્યાએ તેમણે પ્રગટાવેલ અગ્નિ