18. જાયે તો જાયે કહાં?“સૂકાં પાંદડાંઓ પર ખબ ખબ કરતાં અનેક પગલાંઓ દોડવાના અવાજો આવ્યા. એક તો નીચે પ્લેનમાં અટકચાળો કરવા ઘૂસેલા આદિવાસીને બેટરીના કરંટનો શોક લાગ્યો એ નીચેની ચીસ અને ટેકરીના ઢોળાવ નજીક ઘોર જંગલમાં એ ભારો લઈ જતી સ્ત્રીની, ક્યારેય જોયો ન હોય એવો માણસ જોઈને પાડેલી ચીસ. એ જંગલીઓ એમ સમજ્યા કે હું તેમની પર હલ્લો કરવા આવું છું. અથવા તેઓ પણ હું એટલે કોઈ નવું પ્રાણી જોઈ, પેલી ચીસ સાંભળી ગભરાઈને પ્રતિકાર કરવા દોડતા હશે.હું એ લોકોના અવાજો નજીક આવતાં એ ભારો મારી ઉપર લઈને ગોળ ગોળ ગબડ્યો. હું નીચેયો વજનદાર ભારો ઉપર, હું ઉપર તો