એકાંત - 84

  • 398
  • 214

રાજે પ્રવિણને આપેલું વચન પાળવા માટે માધાપર નોકરીની શોધ કરવા લાગ્યો. એણે ત્યાંની ઘણી બેન્કમાં નોકરી માટે અપ્લાય કર્યો, પણ દસ પાસ હોવાથી એને સારી પોસ્ટમાં નોકરી મળવી અશક્ય હતી.ગામડામાં થોડુંક ભણેલાં યુવા વર્ગ કમાવા માટે લંડન નીકળી ગયા હતા. રાજને લંડન જઈને કમાવાની લાલચ પ્રગટ થઈ.એક દિવસ ઘરની અંદર એના પિતા સુરેશભાઈ વાડીએથી ઘરે આવ્યાં. આરામ કરવા માટે તેઓ ઓશરીમાં રહેલ લાકડાની ખાટ પર બેઠા બેઠા ઝુલી રહ્યાં હતાં. રાજ એના પપ્પાનો સારો મૂડ જોઈને એના મનની વાત જાહેર કરવા એમની પાસે બેસી ગયો."પપ્પા, તમારી મારે મંજૂરી જોઈએ છે. જો તમે કહો તો હું આગળ વાત કરુ ?""શેની મંજુરી