એકાંત - 83

પ્રવિણે વત્સલની સાથે પારુલને સંદેશો મોકલી દીધો કે એને  પારુલનું જરૂરી કામ હોવાથી તાત્કાલિક રૂમમાં આવી જાય. વત્સલ આટલો સંદેશો આપીને બહાર રમવા જતો રહ્યો. પારુલ તેણીનાં સર્વે કામો પડતાં મૂકીને એના રૂમ તરફ ગઈ. પ્રવિણ રૂમના દરવાજા પાછળ સંતાઈને એની રાહ જોઈ રહ્યો હતો. એના એક હાથમાં કાંઈક છુપાયેલું હતું.પારુલે રૂમની અંદર પ્રવેશ કર્યો. પ્રવિણે તેણીનો પાછળ હળવેકથી આંખો દબાવી દીધી. પારુલ કોઈના હાથનો સ્પર્શ થતાં જોરથી બોલવાની હતી, ત્યાં જ પ્રવિણે તેણીના કાનમાં હળવેકથી બોલ્યો, "ચૂપચાપ ઊભી રહેજે. કાંઈ બોલતી નહીં."પ્રવિણનો અવાજ કાને પડતાં તેણી બોલી : "આ તમે શું નાટક માંડેલાં છે ? મારે ઘરનાં દરેક કામો બાકી