પ્રવિણે એનો ભૂતકાળ પારુલને જણાવી દીધો એ સાથે તેણીને એ પણ જણાવ્યું કે, એ તેણીનો સાથ જીવનભર છોડશે નહીં. પારુલને પ્રવિણની એ વાત બહું ગમી. પારુલ એનાં માટે એનાં મનપસંદની સાડી પહેરીને એની સામે આવી એ પણ પ્રવિણને ખૂબ ગમ્યું હતું. "એ તો પૂરાં દિવસનું કામ કરીને સાડી ખરાબ થઈ ગઈ હતી. કબાટ ખોલતાં મને આ રંગની સાડી હાથમાં આવી તો મેં પહેરી લીધી. તમારે વાતો કરવી હોય તો અહીં જ ઊભા રહો. મને ખૂબ ભૂખ લાગી છે. હું ઘરે જઈ રહી છું."પારુલે એનાં કદમ ઘર તરફ ઊપાડ્યાં. પ્રવિણે તેણીનો હાથ પકડીને તેણીનાં કદમ પર કદમ મિલાવવાં લાગ્યો : "અચ્છા !