એકાંત - 78

પ્રવિણે પારુલને ઘાટ પર બોલાવી હતી. પારુલ પ્રવિણની પસંદની નવો સાડી પહેરીને ઘાટ પર એને મળવા આવી પહોંચી હતી. પારુલને પ્રવિણ પર અતુટ વિશ્વાસ હતો; એ જાણીને પ્રવિણને ખુશી થઈ."તને ખબર છે, જ્યાં ભરોસો હોય ત્યાં જ પ્રેમ હોય.""મારાં માટે ભરોસો અને પ્રેમ બન્ને તમે છો. તમે મારાં જીવનમાં છો ત્યાં સુધી મને કશું થવાનું નથી.""મેં અહીં તને એક ખાસ વાત કહેવાં માટે બોલાવી છે. કદાચ ! એ વાત તું જાણી લઈશ તો તારો મારા પ્રત્યેનો ભરોસો ડગમગી જશે." પ્રવિણે મુદ્દા પર વાત લાવીને જણાવ્યું. "મારા માટે તમારી ખુશીથી વધુ કશું નથી. તમને એવું લાગતું હોય કે હું એ વાતને જાણીશ