એકાંત - 77

હાર્દિક અને નિસર્ગ એમની મંઝીલ તરફ જવા નીકળી ગયા હતા; જ્યાં તેમને અધુરા અને ગુંચવણ સંબંધોને સુધારવાના હતા. રાજને પ્લેટફોર્મ પર એની મંઝીલે પહોચાડવા માટે ટ્રેઈન આવીને ઊભી રહી ગઈ હતી. પ્રવિણથી વિદાય લઈને રાજ ટ્રેઈનમાં ચઢી ગયો.એના દોસ્તો એક પછી એક જતા રહ્યા. અત્યાર સુધી એમની સામે મન મજબુત રાખીને વિદાય આપ્યા પછી પ્રવિણને એકલાપણું સાલવા લાગ્યું. રાજને ટ્રેઈનમાં ચડાવીને પ્રવિણ ત્યાંથી ડાયરેક્ટ ઘાટ પર જતો રહ્યો હતો.ઘાટ પર તડકાને કારણે પબ્લીક ઓછી દેખાય રહી હતી. અમુક યજમાન બ્રાહ્મણ પાસે પિતૃકાર્ય કરાવી રહ્યાં હતાં. અમુક લોકો સોમનથના મંદિરે દર્શન કરવા જઈ રહ્યાં હતાં. પ્રવિણે એક જગ્યા શોધીને શાંતિથી બેસી