હાર્દિકે પ્રવિણના મોબાઈલમાંથી મહા મુશીબતે કુલદીપનું સોશિયલ એકાઉન્ટ શોધી કાઢ્યું. સોશિયલ એકાઉન્ટથી જાણવાં મળ્યું કે કુલદીપ અને ગીતા મુંબઈમાં સોમનાથ ડાન્સ એન્ડ દાંડિયારાસના કલાસ ચલાવી રહ્યાં હતાં.વર્ષો પછી તેઓ બન્નેનાં અલગ લુક જોઈને પ્રવિણ અચંબિત થઈ ગયો. હરખમાં એનું નામ લઈને આંખમાંથી આસુ સારવા લાગ્યો."તમે એમને આટલા યાદ કરો છો તો એમને ફ્રેન્ડ રિક્વેસ્ટ તો મોકલી શકો છો."હાર્દિકના કહેવાથી પ્રવિણે કહ્યુ : "ના, એની સાથે વાત કરવાની હિમ્મત થતી નથી. બસ એ બન્નેને એક સાથે જોઈને જ હું ખુશ છું. મારા સોમનાથ દાદા એની સાથે છે. એની પ્રોફાઈલ જોઈને લાગે છે કે એ ઘણો આધુનિક બની ગયો છે. મારા હાળાએ