રાજ નિસર્ગ સાથે વાત કરવા માટે પાછળની તરફ વળ્યો. નિસર્ગ રાજની દરેક વાતો સાંભળીને આગળ બોલ્યો : "રાજ, તું ખરેખર મને સમજાવી શુ રહ્યો છો ?"નિસર્ગે રાજને પૂછેલા સવાલનો જવાબ પ્રવિણે આપતાં કહ્યું : "રાજ સાવ સરળ વાત સમજાવી રહ્યો છે. એની પાસે ડિગ્રી નથી તો પણ સમજે છે અને તું ડિગ્રીવાળો થઈને સમજી રહ્યો નથી.""મીન્સ !" નિસર્ગે આશ્ચર્યથી પ્રવિણ સામે જોયું."એ જ કે તું ઘટનાને નકારાત્મકતાથી વિચારીશ તો જીવનમાં તને તકલીફ આપનાર લોકો તને ખોટા લાગશે. તું જો સકારાત્મકતાથી વિચારીશ તો સમજાશે. જે વ્યક્તિએ તને ધિક્કાર્યો છે એને કારણે તું તારી રીતે સક્ષમ બન્યો છે. એમણે તને ઘરની બહાર