આપણે એ બહેનને M બહેન કહેશું. મોનિકા કે મિતાલી કે જે કહેવું હોય તે.M બહેન અભ્યાસમાં ખૂબ તેજસ્વી. સારા માર્ક્સ સાથે LL.B. થયેલાં. કોઈ વકીલના આસિસ્ટન્ટ તરીકે ફાઇલો ઉથલાવી વર્ષો કાઢવા કરતાં એમને બેંકની જોબ પણ પ્રથમ પ્રયાસે મળી ગઈ અને એ વખતે, ‘80 ના દાયકામાં 275 બેઝિક પર કુલ છસ્સો જેવા મળે એ ખૂબ સારી આવક ગણાતી. સમય જતાં એમનો પગાર પણ સારો થઈ ગયેલો. વકીલાતમાં પોતાના ક્લાયન્ટ મળતાં તો વર્ષો વીતી જાય.સારાં એવાં શિક્ષિત હોઈ બહેન કામમાં ખૂબ ચીવટ રાખતાં. અન્ય સહકર્મચારીઓ ક્યારેક હળવી ને નામે ગમે તેવી જોક કરે તો એમાં સામેલ ન થાય. સહુ સાથે હળીમળીને