મારી કવિતા ની સફર - 2

  • 3

મારી કવિતા ની સફર આ કવિતા મારી કવિતા-સફરની નવી શરૂઆતનું પ્રતિક છે. કોલેજના દિવસો બાદ લાંબા ૨૮ વર્ષ સુધી હું લખાણથી દૂર રહ્યો. પરંતુ મારી પત્ની અને એક ખાસ મિત્રએ મને ફરી પ્રોત્સાહન આપ્યું. આભાર વ્યક્ત કરવા માટે લખાયેલી આ પંક્તિઓમાં માત્ર મિત્રતાનો જ નહીં પરંતુ મારા જીવનની ફરી ખીલી ઉઠેલી સાહિત્યિક વસંતનો પણ અહેસાસ છે. દોસ્ત, તું આભારનો હકદાર,કોલેજના દિવસોનો ફરી ઉજાગર,૨૮ વર્ષે કલમ ફરી હાથમાં,શબ્દોનું ઝરણું ઉભર્યું મુજ માં।સ્મૃતિઓની શેરીએ તેં હાથ પકડ્યો,લખવાનો શોખ ફરી જગાડ્યો,દિલના ખૂણે દબાયેલા ખ્વાબો,તારી વાતે ફરી ઉડાન ભર્યો।કાગળ પર શાહી નૃત્ય કરે,ભાવનાઓનું ઝરણું વહે,દોસ્ત, તારા શબ્દોનો જાદુ,જીવનમાં ફરી રંગ ભરે।આભાર તને, ઓ મારા દોસ્ત,લખવાની લગન