વૈજ્ઞાનિકોની ભૂલ માનવજાત માટે વરદાન

 જરૂરિયાત તમામ સંશોધનોની જનની હોય છે તેવું કહેવાય છે અને  પ્રતિદિન કંઇકને કંઇક નવું શોધાતું જ રહે છે.વૈજ્ઞાનિકો અને સંશોધકોનો સમુદાય કંઇક નવું શોધવા માટે વર્ષો સુધી પ્રયાસરત રહે છે અને સતત પોતાના વિચારોને મઠારતા રહે છે.જો કે રસપ્રદ વાત એ છે કે આજે આપણે જે રોજિંદા જીવનમાં કેટલીક વસ્તુઓનો સૌથી વધારે ઉપયોગ કરતા હોઇએ છીએ તે વસ્તુઓ વૈજ્ઞાનિકોની મહેનતનાં પ્રતાપે નહી પણ તેમનાથી થઇ ગયેલી ભૂલોને કારણે શોધાઇ હતી. આજે રસોડામાં સૌથી વધારે વપરાતી વસ્તુ કઇ છે તો તેનો જવાબ છે નોનસ્ટીક કુકવેર.આ પ્રોડકટને બનાવવા માટે ટેફલોનનો ઉપયોગ કરાય છે જેને પોલીટેટ્રાફલુઓરોઇથેલિન તરીકે ઓળખવામાં આવે છે.આ પ્રોડકટ પ્રયોગશાળાની ભૂલનું