શું જીવનમાં પૈસા મહત્ત્વના છે કે બીજુ કાંઈ?

આખી દુનિયા લક્ષ્મી પાછળ જ પડી છે! કળિયુગમાં તો મનુષ્યે પૈસા કમાવા પાછળ આંધળી દોટ મૂકી છે. કારણ કે, સમાજમાં પૈસા અને સગવડ વધે તો જ સુખ વધે એવી માન્યતા પ્રવર્તે છે. પણ શું આ માન્યતા ખરેખર સાચી છે? પૈસા આવે તો સુખ આવે જ છે? જીવનમાં પૈસાનું કેટલું મહત્ત્વ છે? ઝીણવટથી જોઈએ તો લક્ષ્મીનો સ્વભાવ કેવો છે? એક તો એને કમાતા દુઃખ પડે. ઘડિયાળના કાંટે નોકરી-ધંધાની દોડધામ, ઉપરથી સ્ટ્રેસ અને ટેન્શન ભોગવવા પડે. કેટલાકને તો સખત મહેનત કર્યા પછી પણ માંડ જીવન જરૂરિયાત પૂરી કરવાનો પગાર મળે. બીજું, પૈસા આવે તો એ ચોરાઈ ના જાય, વેડફાઈ ના જાય એમ એનું