વંદ ખાડી નો પુલ

(207)
  • 1.1k
  • 1
  • 380

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના રાયમા ગામની સીમાડે “વંદ ખાડી” નામની એક નદી વહે છે. એ ખાડી પરનો વાંકો પુલ એક જ વાહન પસાર થઈ શકે એવો સાંકડો છે. એક રાત્રે સુરતથી આવતી એક કાર અંધારામાં એ ખાડીમાં પડી જાય છે. બે દિવસ પછી એક મુસાફરની લાશ પાણીમાંથી મળે છે, પણ બીજી લાશ ક્યારેય મળતી નથી. ત્યારથી એ પુલ પર અજાણી ઘટનાઓ થવા લાગે છે—રાત્રે પસાર થતી ગાડીઓ બંધ થઈ જવી, કાચ પર લોહીના હાથના નિશાન દેખાવા, અચાનક છાયાઓ દેખાવા, અને કોઈ અનામ આત્મા વાહનોને તથા ગામલોકોને હેરાન કરવી. “વંદ ખાડી” હવે માત્ર નદી કે પુલ નથી, પણ એક એવું સ્થળ છે જ્યાં જીવિત અને મરણ પામેલા વચ્ચેની રેખા ધૂંધળી બની જાય છે... નોંધ: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. કોઈ જીવિત કે મૃત્યુ પામેલા વ્યક્તિ, ઘટના કે સ્થળ સાથે તેનો સીધો સંબંધ નથી.