વંદ ખાડીનો પુલ (કાલ્પનિક વાર્તા)- હિરેન પરમાર.ભાગ ૧હાંસોટ તાલુકાના રાયમા ગામની સીમાડે વહેતી વંદ ખાડી વિશે બધા ગામવાળા સાવચેતીથી વાત કરતા. ખાડી ઉપરનો વાંકો પુલ એટલો સંકુચિત હતો કે એક સમયે એક જ વાહન પસાર થઈ શકતું. એક રાત્રે સુરતથી એક ગાડી આ રસ્તે પસાર થઈ રહી હતી. અંધકાર છવાયેલો, આસમાને વાદળો ઘેરાયેલા અને પવન ગર્જતો હતો. ગાડીનો ડ્રાઈવર પુલ ચઢતો ત્યારે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો અને ગાડી સીધી ખાડીમાં પડી ગઈ.બે દિવસ પછી ગામવાળાઓએ પાણીમાં શોધખોળ કરી ત્યારે માત્ર એક લાશ મળી આવી. બીજી લાશનું તો ક્યાંય નામ-નિશાન ન મળ્યું. એ દિવસથી ગામવાળાઓ કહે છે કે, ખાડીમાં