બ્રિટેન થી હિન્દુસ્તાન પહેલી નિષ્ફળ હવાઈ યાત્રા

બ્રિટને પ્રવાસો માટેનાં જે કેટલાંક હવાઇ જહાજો બાંધ્યાં તે પૈકી R 100 તથા R 101 ખૂબ પ્રસિદ્ધ બન્યાં.ઘાટીલો આકાર, ૫૬ યાત્રીઓ માટે ડબલબેડ ધરાવતી કેબિનો, બે મજલાઓ, મનોહર સજાવટવાળો ડાઇનિંગ રૂમ,પરસાળમાં કાચની હરોળબંધ બારીઓવગેરે સુવિધાઓ તેમને આસમાની લકઝરી હોટલ બનાવી દેતી હતી.બ્રિટિશ શાસન હેઠળનાભારત વચ્ચે હવાઇ જહાજની સર્વિસ માટેR 101 ને પસંદ કરવામાં આવ્યું. વિમાનની માફક હવાઇ જહાજો માટે રનવે હોય નહિ.જમીન પર તેઓ સ્થાયી પણ ન થાય, કેમ કે ભીત૨માં અત્યંત જ્વલનશીલ હાઇડ્રોજન વાયુ ભર્યો હોવાને લીધે જમીન સાથે પેટાળનું ઘર્ષણ કદાચ તણખો કાઢી તેને મશાલ બનાવી દે. આજોખમને ટાળવા ઝેપેલિન સહિતનાં બધાં હવાઇ જહાજોને ઊતરાણ કરાવવાને બદલે ઊંચા