શીર્ષક: અંધારા ની ગલીઓમાં લાગણીઓ - 2- હિરેન પરમાર જીનલ રોજ રાત્રે પ્રદીપ સાથે ચેટ કરતી.તેના શબ્દોમાં હંમેશા થોડી આશા અને થોડી વ્યથા છુપાયેલી રહેતી.એક રાતે તેણે પ્રદીપને લખ્યું –“પ્રદીપ… આપણો આ સંબંધ ક્યારેય સાચા જીવનમાં સાકાર થશે?કે પછી ફક્ત આ ચેટમાં જ સીમિત રહી જશું?”જીનલની આ વાત વાંચીને પ્રદીપ થોડું મૌન રહ્યો.પણ પછી તેણે લખ્યું –“જીનલ… હજી હાર્યો નથી. ટૂંક સમયમાં હું કમબેક કરીશ.તુ ચિંતા ન કર, બસ વિશ્વાસ રાખ.”---જૂની કંપનીમાંથી બહાર આવ્યા પછી, પ્રદીપ ખાલી હાથ નહોતો બેઠો.તેના દિલમાં એક અગ્નિ હતી – સાબિત કરવાનો જ્વાળંત જુસ્સો.તેના બે જુના મિત્રો, જેમણે કંપનીમાં તેની ઈમાનદારી જોઈ હતી, તેને મળ્યા.ત્રણે મળીને