આજે ઇન્ટરનેટ ખરા અર્થમાં લોકોને જોડનાર નેટવર્ક બની ગયું છે જ્યાં તમને વિશ્વની મોટાભાગની જાણકારી મળે છે અહી ઘણી મિસ્ટ્રી ઉકેલાય છે તો જન્મ પણ લે છે આ ઉપરાંત પણ ઇન્ટરનેટ પર ઘણું બનતું રહે છે.આજે આપણે ઇન્ટરનેટ વર્લ્ડમાં ઘટનારી એવી મિસ્ટ્રી વિશે વાત કરીશું જે ઉકેલ માંગી રહી છે.૨૦૧૧માં કેનેડામાં રહેનારી એક રહસ્યમય મહિલા કેરીન કેથરીને પોતાની ફેસબુક પર મોટાપ્રમાણમાં પોસ્ટ કરી હતી જે ઘણી વિચિત્ર હતી.તેમાં વિચિત્ર વાત એ હતી કે તેણે પોતે જ પોતાની પોસ્ટનો જવાબ અનેક વખત આપ્યો હતો.તેના પ્રોફાઇલ પ્રમાણે તેણે ટોરોન્ટો યુનિવર્સિટીમાંથી પીએચડીની ડીગ્રી મેળવી હતી.તેના જણાવ્યા પ્રમાણે તે અનેક દેશોમાં ફરી ચુકી હતી