તલાશ 3 - ભાગ 59

ડિસ્ક્લેમર : આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.     અરાવલીની પર્વતમાળાના ઘેરા જંગલમાં અંધારી પણ ચાંદની વળી રાત્રી ભયંકર અહેસાસ કરાવી રહી હતી ક્વચિત બોલી ઉઠતી ચીબરી કે ક્યાંથી અચાનક ઉડીને એક ડાળ પરથી બીજી ડાળ પર ખોરાકની રાહમાં ભટકતું ઘુવડ જે ચિચિયારી કરતા હતા એનાથી આખું વાતાવરણ કાંપી ઉઠતું હતું. ઘનઘોર જંગલ ની વચોવચ વસેલા કસ્બા માંથી ક્યાંક કોઈકે જંગલી પ્રાણી થી બચવા પ્રગટાવેલ તાપના માંથી ક્યારેક અગ્નિ જ્વાળા લબકારા મારતી કે ક્યાંક બુઝાવા આવેલ તાપણા માંથી રહી રહીને ઉડતા તણખા. જંગલી વાતાવરણને બદલી નાખતા હતા. ખજાના ની ગુફા સામે હવે સાવ શાંતિ હતી. સજ્જન સિંહ નો કાફલો. સાવચેતીથી